રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં ૮ ટકાનો વધારો

 રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા: ૦૧-૦૭-૨૦૨૨થી ચાર ટકા અને તા.: ૦૧-૦૧-૨૦૨૩થી ચાર ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય

GOOD NEWS : 8 % DA HIKE TO 42% FOR GUJARAT GOVERNMENT EMPLOYEES & PENSIONER'S DOWNLOAD GR FROM BELOW LINK

.........

• સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ

• તા:૦૧-૦૭-૨૦૨૨થી મળવાપાત્ર થતા મોંઘવારી ભથ્થાના તથા તા.:૦૧-૦૧-૨૦૨૩થી મળવાપાત્ર થતા હપ્તાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે

• પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩, બીજો હપ્તો ઓગષ્ટ-૨૦૨૩ તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર-૨૦૨૩ માસના પગાર સાથે અપાશે

.....



ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-૦૧-૦૭-૨૦૨૨ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. 

આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૨ તથા તા.૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-૨૦૨૩ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-૨૦૨૩ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

DOWNALOAD GR

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.